
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે મૃત્યુનું કારણ જાણવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં જમીન અને પૈસાની તકરારના કારણે પૌત્ર દ્વારા પોતાના જ દાદાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે પૌત્રની કબૂલાત નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.