
પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી ઇંધણની બચત થાય છે, માર્ગો પર વાહનોની સંખ્યા ઘટે છે અને ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે જ પર્યાવરણના સંરક્ષણમાં પણ જાહેર પરિવહન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદે હવે પુણે મેટ્રોની વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે... વરસાદ દરમિયાન મેટ્રોના કોચમાં પાણી ટપકવાની અને સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે... કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી મેટ્રો પ્રથમ જ ભારે વરસાદ સામે પાણી પાણી થઈ જતાં તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની અપીલ બાદ દેશભરમાં ભાજપ અને એનડીએના નેતાઓ પર્યાવરણમિત્ર પરિવહન તરફ વળતા નજરે પડ્યા છે. અનેક નેતાઓએ ઈલેક્ટ્રિક વાહન, સાયકલ અને મેટ્રોનો ઉપયોગ કરીને ઇંધણ બચતનો સંદેશ આપ્યો છે અને લોકોને પણ જાહેર પરિવહન અપનાવવા અપીલ કરી છે.