
શ્રીનગરઃ સુરક્ષાના કારણોસર એક દિવસ માટે રોકવામાં આવેલી શ્રી અમરનાથ યાત્રા ગુરુવારે ફરી શરૂ થઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી આ 57 દિવસીય યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 4.71 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.

અમરનાથ યાત્રા 2026માં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે. 3 જુલાઈથી શરૂ થયેલી આ પવિત્ર યાત્રામાં અત્યાર સુધી 11 દિવસમાં 2.75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બરફાણીના દર્શન કર્યા છે. મંગળવારે વધુ 5,335 યાત્રાળુઓનો જથ્થો જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર તરફ રવાના થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા 2026નો શુક્રવારથી ભવ્ય પ્રારંભ થયો છે. ભગવાન શિવની પવિત્ર ગુફાના દર્શન માટે દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ કડક સુરક્ષા વ્યવસ્થા અને સુવ્યવસ્થિત વહીવટી આયોજન વચ્ચે યાત્રા માટે રવાના થયા છે. આ વર્ષે અમરનાથ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે અને 28 ઓગસ્ટે પૂર્ણ થશે, જેના કારણે વધુ સંખ્યામાં ભક્તોને દર્શન કરવાનો લાભ મળશે.

પૂર્વ ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સવોમાંનો એક અંબુવાચી મેળો આજે પ્રખ્યાત કામાખ્યા મંદિર ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, તાંત્રિક સાધકો અને પ્રવાસીઓ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.