
દેશભરમાં રવિવારે NEET-UG 2026ની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ પેપર લીકની ઘટનાના કારણે ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે, જેને લઈને વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં એક તરફ તણાવ છે તો બીજી તરફ સારી તૈયારીના આધારે સફળતાની આશા પણ જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રના લાતૂરથી બહાર આવેલું આ સમગ્ર નેટવર્ક હવે ‘લાતૂર પેટર્ન’ તરીકે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. CBIની તપાસ પહેલા સ્થાનિક પોલીસ દ્વારા પણ આ મોડ્યુલને લઈને અનેક મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા હતા. હાલ CBIની ટીમ સતત લાતૂરમાં કેમ્પ કરીને તપાસ ચલાવી રહી છે. તપાસ દરમિયાન જાણીતા RCC ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શિવરાજ મોટેગાંવકર સહિત અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની પૂછપરછ કરવામાં આવી છે.