
તપાસ દરમિયાન અનેક મોબાઈલ ફોનમાંથી “Forwarded many times” લખાણવાળા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પેપર ખૂબ મોટા સ્તરે ફેલાઈ ગયું હતું. સીકરથી કેરળ સુધી જોડાયું કનેક્શન આ સમગ્ર કૌભાંડનું મુખ્ય કેન્દ્ર રાજસ્થાનનો સીકર જિલ્લો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ચુરુના એક યુવકનું નામ ખુલ્યું છે, જે હાલમાં કેરળની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપ છે કે યુવકે 1 મેના રોજ સીકરમાં રહેતા પોતાના મિત્રને આ સામગ્રી મોકલી હતી, જ્યાંથી તે PG ઓપરેટરો, કરિયર કાઉન્સેલરો અને વિદ્યાર્થીઓ સુધ

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)એ દાવો કર્યો છે કે તેમના સતત વિરોધ અને દબાણ બાદ સરકારને આખરે NEET પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. જોકે NSUIનું કહેવું છે કે માત્ર પરીક્ષા રદ કરવાથી ન્યાય પૂર્ણ થતો નથી. જ્યાં સુધી પેપર લીક કરનાર નેટવર્ક, તેમાં સંડોવાયેલા લોકો અને NTAની જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે.