
Amit Shah Letter To Lok Sabha Speaker: લોકસભામાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને NEET પરીક્ષા અને વિદ્યાર્થી આંદોલનના મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવાની માંગ કરી છે. સંસદના વર્તમાન સત્ર દરમિયાન આ મુદ્દે ચર્ચાને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. અમિત શાહે કહ્યું- દરેક ચર્ચાનો જવાબ આપવા તૈયાર આ...

RE-NEET પરીક્ષાને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા પૂર્વે આજે તમામ કેન્દ્રો પર મોકડ્રિલ યોજાઈ રહી છે, જેમાં પ્રશ્નપત્ર અને અન્ય સામગ્રીની હેરફેર સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે રાજ્યભરમાં 77 હજાર વિદ્યાર્થીઓ RE-NEETમાં ભાગ લેશે. NTA દ્વારા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોઈએ આ અહેવાલ.

NEET પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા રદ થવાના વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતી અને NEETની તૈયારી કરતી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે.

NEET Paper Leak 2026: NEET પરીક્ષા 2026 રદ થયાના સમાચાર બાદ દેશભરમાં રોષનું વાતાવરણ છે. પેપર લીક અને ગોટાળાના આરોપોને કારણે, આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. સીબીઆઈએ પેપર લીકની તપાસ શરૂ કરી દીધી છે. એક આરોપી શુભમ ખૈરનારની નાસિક (મહારાષ્ટ્ર)માંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર, બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS) ના વિદ્યાર્થી શુભમ ખૈરનારની પેપર લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેપર લીકની માહિતી ટેલિગ્રામ એપ દ્વારા બીજા એક આરોપીને મળી હતી,