
રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સરકાર તરફથી મોટું પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. NDPS કેસોમાં નોંધપાત્ર કામગીરી બદલ આઉટ ઓફ ટર્ન બઢતી આપવા માટે DGP કચેરીએ 52 અધિકારીઓ અંગે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે.

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં NH-48 પર સુરત ગ્રામ્ય એસઓજીએ વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી છે. વલથાણ નજીક જાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાંથી 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.