Get News Alerts

Never miss breaking news updates.

NDPS કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી

રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સરકાર તરફથી મોટું પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. NDPS કેસોમાં નોંધપાત્ર કામગીરી બદલ આઉટ ઓફ ટર્ન બઢતી આપવા માટે DGP કચેરીએ 52 અધિકારીઓ અંગે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Jun 2026 04:32 PM IST
NDPS કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતીNDPS કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી

અમદાવાદ: રાજ્યમાં NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ) કેસોમાં નોંધપાત્ર કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહનરૂપે આઉટ ઓફ ટર્ન બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરી દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, DGP ઓફિસે કુલ 52 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અંગે રિપોર્ટ માંગ્યો છે. આ અધિકારીઓ સામે કોઈ પેન્ડિંગ ગુનાહિત કેસ, વિભાગીય તપાસ અથવા ખાતાકીય કાર્યવાહી ચાલી રહી છે કે કેમ તેની વિગત મંગાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 52 કર્મચારીઓ અને અધિકારીઓમાં આશરે 25 જેટલા અધિકારીઓ અમદાવાદ ATS સાથે સંકળાયેલા છે. NDPS સંબંધિત ગુનાઓમાં સફળ તપાસ, ડ્રગ્સ જપ્તી અને નેટવર્ક તોડવાની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમના નામો બઢતી માટે વિચારાધીન હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટ મળ્યા બાદ યોગ્યતા અને સેવા રેકોર્ડના આધારે આઉટ ઓફ ટર્ન બઢતી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.