
Statue of Unity: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

Junagadh:રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Aravalli: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મેઘરજ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.