
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવાગામ પાસે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા હાઇવે પર દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. પૂરઝડપે દોડી રહેલી કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર પલ્ટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

શામળાજી નજીક નવાગામ પાસે રવિવારે વહેલી સવારે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, દારૂનો જથ્થો લઈ જઈ રહેલી કારના ચાલક બુટલેગરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જઈ પલ્ટી મારી હતી.