
સંગઠિત સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સાયબર પોલીસ સ્ટેશને ‘મ્યૂલ એકાઉન્ટ સિન્ડિકેટ’નો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દેશ અને વિદેશમાં સક્રિય સાયબર ગુનેગારોને કંપનીઓના બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતું હતું, જેનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓમાં થતો હતો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસે સાયબર ફ્રોડના એક મહત્વપૂર્ણ કેસમાં છેલ્લા સાત મહિનાથી ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી પર મ્યુલ એકાઉન્ટ ભાડે આપી કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડમાં મદદ કરવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં તેના બેંક એકાઉન્ટમાં રૂ. 52.27 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.

ગાંધીનગરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે મોટું અભિયાન હાથ ધરતાં “ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0” હેઠળ કરોડો રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. રાજ્યવ્યાપી આ કાર્યવાહીમાં મ્યૂલ અકાઉન્ટ નેટવર્કને ટાર્ગેટ કરીને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાન સાયબર ગુનાઓના મૂળ સુધી પહોંચી નાગરિકોને સુરક્ષિત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.