
દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીનું વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ વર્ષે 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે.

મુંબઈ/નવી દિલ્હી/ભોપાલ: ભારતના પ્રથમ અને એકમાત્ર ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) માટે યોજાયેલા બીજા ઇન્વેસ્ટર સમિટમાં વધુ ₹2,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. આ સાથે ગ્વાલિયરમાં વિકસાવવામાં આવી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ ₹5,500 કરોડના રોકાણની જાહેરાત થઈ છે, જેનાથી 18 હજારથી વધુ રોજગારની તકો ઊભી થવાની આશા છે. કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા...

દેશના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ગ્વાલિયરમાં દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.

Madhya Pradesh UCC Bill: મધ્યપ્રદેશ સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code-UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય કેબિનેટે રવિવારે યોજાયેલી બેઠકમાં UCC-2026 બિલને મંજૂરી આપી છે. હવે આ બિલ રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી મોહન યાદવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે રાજ્યમાં 'શું રામ, શું રહીમ, દરેકને સમાન અધિકાર' આપવાના ઉદ્દેશ સાથે આ કાયદો તૈયાર કરવામાં...