
આણંદ શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂના ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશનનું હવે આધુનિક ધોરણે પુનઃવિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે મંત્રાલયે આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. ૬૫ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશનને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.

કેનેડામાં હત્યાનો ભોગ બનેલી આણંદ જિલ્લાના બોરસદની દીકરી વિધિ મેઘાના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે આણંદના સાંસદ મિતેષ પટેલે પ્રયાસો તેજ કર્યા છે. તેમણે ભારતીય કોન્સ્યુલેટ અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક રજૂઆત કરીને મૃતદેહને ઝડપથી પરિવાર સુધી પહોંચાડવા જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. શોકગ્રસ્ત પરિવારની વ્હારે આવેલા સાંસદ સમગ્ર મામલે સતત મોનિટરિંગ કરી રહ્યા છે.