
Surat ના ભટાર વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે આ કેસમાં 45 વર્ષીય પાડોશી નંદલાલ મુખ્યાની ધરપકડ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર બાદ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી એજાજ (25)ના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.