
Vaikuntha Chaturdashi 2026: વૈકુંઠ ચતુર્દશી 2026માં 23 નવેમ્બરે ઉજવાશે. જાણો ચતુર્દશી તિથિ, નિશીથ કાળનું પૂજા મુહૂર્ત અને શિવ-વિષ્ણુની આરાધનાનું ધાર્મિક મહત્ત્વ.

Dev Deepawali 2026 : દેવ દીપાવળી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્ત્વ ધરાવતો તહેવાર છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાતી દેવ દીપાવળી ભગવાન શિવની વિજયગાથા સાથે જોડાયેલી છે.

Somnath Temple : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ ધામમાં ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો.

Arvalli જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે શ્રાવણ મહિનામાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

Shivling Abhishek for Wishes: શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, પંચામૃત સહિતની વિવિધ સામગ્રીથી અભિષેક કરી ભગવાન શિવની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અલગ-અલગ મનોકામના માટે સંકલ્પ સાથે વિશેષ રીતે અભિષેક કરવાની પરંપરા છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિની જે મનોકામના હોય તે...

Shravan: શ્રાવણ મહિનો ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, મંત્રજાપ, રુદ્રાભિષેક અને સોમવારના વ્રત જેવી વિવિધ ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, ભગવાન શિવની ઉપાસનામાં મોટી કે જટિલ વિધિ કરતાં શ્રદ્ધા, નિયમિતતા અને સાત્ત્વિક ભાવના વધુ મહત્વ ધરાવે છે.

Jay Shri Kedar Temple Modasa: શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધના અને ભક્તિનો પવિત્ર સમય. આ દરમિયાન ગુજરાતના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન મંદિર કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર પોતાની વિશેષ...

Gir Somnath : શ્રાવણના પ્રથમ સોમવારે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન ભૂમિ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. વહેલી સવારથી જ સોમનાથમાં હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે સમગ્ર સોમનાથ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Somnath Mahamrityunjaya Yagna: પવિત્ર શ્રાવણ માસના મંગલમય પ્રારંભ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિર પરિસર અને સમગ્ર પ્રભાસક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન સોમનાથની આરાધના માટે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહામૃત્યુંજય યજ્ઞમાં અનેક...

Shravan 2026: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ, 2026થી થયો છે. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ માસ પૂર્ણ થશે. ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, રુદ્રાભિષેક, મંત્રજાપ અને ઉપવાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં ભોલેનાથની આરાધના કરતી વખતે પાંચ બાબતોનું વિશેષ મહત્ત્વ હોવાનું જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું છે.

Lord Shiva: ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ મહિનાની અમાસ પૂર્ણ થયા બાદ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. પૂર્ણિમાના દિવસે આકાશમાં ‘શ્રવણ’ નક્ષત્ર હોવાથી આ માસને શ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણને આધ્યાત્મિક ઊર્જા, તપ અને સાધનાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઊઠે છે, જેના કારણે આ માસનું ધાર્મિક અને કુદરતી બંને રીતે વિશેષ મહત્ત્વ જોવા મળે છે.

કાવડ યાત્રા આગળ વધી રહી છે ત્યારે ઉત્તરાખંડના હરિદ્વારમાં લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સફાઈ, સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન પવિત્ર શહેરમાં આવતા શ્રદ્ધાળુઓને સરળ અને સુરક્ષિત અનુભવ મળે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

હિન્દુ ધર્મમાં સાવન મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે. સાવન દરમિયાન ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રત રાખવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે શ્રદ્ધા અને વિધિપૂર્વક વ્રત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ સમગ્ર મહિના દરમિયાન શિવભક્તો ઉપવાસ, જળાભિષેક, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરીને ભોલેનાથની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણમાં શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની ઉપાસના કરવાથી સુખ-શાંતિ, સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ ૨૦૨૬માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. કોઈ ભક્ત પૂજા લાભ વિના નહીં જાય દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે....

હિંદુ ધર્મમાં પંચાંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય, પૂજા, યાત્રા, રોકાણ અથવા નવા કાર્યની શરૂઆત કરતા પહેલાં લોકો પંચાંગમાં તિથિ, નક્ષત્ર અને શુભ સમયની માહિતી મેળવે છે. પંચાંગ સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવે છે.