Shravan 2026: ભોલેનાથને રિઝવવા આ 5 ચીજોને ભૂલતા નહીં, જાણો શિવપૂજામાં તેનું વિશેષ મહત્ત્વ

Shravan 2026: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ, 2026થી થયો છે. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ માસ પૂર્ણ થશે. ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, રુદ્રાભિષેક, મંત્રજાપ અને ઉપવાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં ભોલેનાથની આરાધના કરતી વખતે પાંચ બાબતોનું વિશેષ મહત્ત્વ હોવાનું જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું છે.
Rahul Desai
Rahul Desai
Shravan 2026:  ભોલેનાથને રિઝવવા આ 5 ચીજોને ભૂલતા નહીં, જાણો શિવપૂજામાં તેનું વિશેષ મહત્ત્વShravan 2026:  ભોલેનાથને રિઝવવા આ 5 ચીજોને ભૂલતા નહીં, જાણો શિવપૂજામાં તેનું વિશેષ મહત્ત્વ

Shravan 2026: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ, 2026થી થયો છે. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ માસ પૂર્ણ થશે. ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, રુદ્રાભિષેક, મંત્રજાપ અને ઉપવાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં ભોલેનાથની આરાધના કરતી વખતે પાંચ બાબતોનું વિશેષ મહત્ત્વ હોવાનું જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું છે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શ્રાવણ માસને ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર અને સિદ્ધ માસ માનવામાં આવે છે. શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શિવની આરાધના કરવાથી આધ્યાત્મિક શાંતિ સાથે સુખ-સમૃદ્ધિ અને મનોકામના પૂર્તિ માટે શુભ ફળ પ્રાપ્ત થાય તેવી ધાર્મિક માન્યતા છે.

શ્રાવણમાં અનેક શુભ યોગોની ચર્ચા: 

વર્ષ 2026ના શ્રાવણ માસ દરમિયાન જ્યોતિષીય દૃષ્ટિએ મહાલક્ષ્મી યોગ, બુધાદિત્ય યોગ, ગુરુ-આદિત્ય યોગ અને ગજકેસરી યોગ જેવા શુભ સંયોગોની ચર્ચા છે. ચંદ્ર-મંગળની યુતિથી બનતો મહાલક્ષ્મી યોગ આર્થિક પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. સૂર્ય-બુધની યુતિથી બનતો બુધાદિત્ય યોગ બુદ્ધિ, નિર્ણયશક્તિ અને કારકિર્દી માટે શુભ માનવામાં આવે છે.

શ્રાવણમાં ચાર સોમવાર, શિવ આરાધનાનું વિશેષ મહત્ત્વ: 

શ્રાવણ માસમાં 17, 24, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ ચાર સોમવાર આવશે. શ્રાવણના સોમવાર ભગવાન શિવની આરાધના માટે વિશેષ ગણાય છે. ભક્તો સોમવારે ઉપવાસ રાખી શિવલિંગ પર જળાભિષેક કરી બિલ્વપત્ર, ધતૂરો અને પુષ્પ અર્પણ કરે છે.

શિવપૂજામાં આ પાંચ બાબતોનું વિશેષ મહત્ત્વ: 

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા મુજબ શિવ ઉપાસનામાં રુદ્રાક્ષ ધારણ કરવું, કપાળ પર ભસ્મનું ત્રિપુંડ કરવું, શિવલિંગ પર જળાભિષેક કરવો, બિલ્વપત્ર અર્પણ કરવું અને શિવ મંત્રનો જાપ કરવો વિશેષ મહત્ત્વ ધરાવે છે.

ભગવાન શિવને બિલ્વપત્ર, ધતૂરો, આંકડાના પુષ્પ, કમળ, ભસ્મ, ચંદન, અક્ષત, દૂધ, જળ, ફળોના રસ, ઘી, મધ, કાળા તલ અને કપૂર અર્પણ કરવાની પરંપરા છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય પ્રમાણે આ સામગ્રીથી શિવપૂજા કરી શકે છે.

‘ૐ નમઃ શિવાય’ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ:

શ્રાવણ માસ દરમિયાન ‘ૐ નમઃ શિવાય’ અને મહામૃત્યુંજય મંત્રના જાપનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરવામાં આવે તો એકાગ્રતા અને ભક્તિભાવ વધારવામાં મદદરૂપ બને છે તેવી માન્યતા છે.

અભિષેકાત્મક સાધનાને વિશેષ મહત્ત્વ:

ચેતન પટેલના જણાવ્યા અનુસાર ભગવાન શિવની સાધના મુખ્યત્વે હોમાત્મક, પાઠાત્મક અને અભિષેકાત્મક રીતે કરવામાં આવે છે. તેમાં અભિષેકાત્મક સાધનાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, શિવમહિમ્ન સ્તોત્ર, શિવ ચાલીસા તથા શિવપુરાણનું પઠન-મનન કરવું ભક્તિની દૃષ્ટિએ વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

શ્રાવણ માસમાં ઉપવાસ, સોમવારનું વ્રત અને નિયમિત મંત્રજાપ સાથે શિવલિંગનો અભિષેક કરવાથી મનની શાંતિ, સુખ-સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે શુભ ફળ પ્રાપ્ત થાય તેવી ધાર્મિક માન્યતા છે. આમ, શ્રાવણ માસ ભક્તિ, શ્રદ્ધા અને શિવ આરાધનાનો પવિત્ર અવસર બની રહે છે.