
ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં ફ્રાન્સ સામે પરાજય સાથે સ્વીડનનો પ્રવાસ સમાપ્ત થયો છે. જોકે હાર બાદ સ્વીડનના મુખ્ય કોચ ગ્રાહમ પોટરે ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે ફ્રાન્સ જેવી વિશ્વસ્તરીય ટીમ સામે હારવું શરમજનક નથી અને આ અનુભવ ટીમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ફીફા વર્લ્ડ કપ 2026માં સોમવારે ફ્રાન્સ અને ઈરાક વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાશે. આ મેચ ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે માટે ખાસ રહેશે, કારણ કે તેઓ પોતાની કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા બાદ એમ્બાપ્પે હવે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યા છે.