
IPL 2026 ની ફાઈનલ બાદ ગુજરાત ટાઈટન્સ માટે રાત વધુ ચિંતાજનક બની ગઈ હતી. મેચમાં પરાજય બાદ પરત જતી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી ધુમાડો નીકળતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે સમયસર કાર્યવાહી થતાં તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

RCB ને જીતવા માટે 213 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ માટે જરૂરી હતું કે વિરાટ કોહલી એક છેડો સાચવી રાખે, અને વિરાટ આ માટે જાણીતો પણ છે, પરંતુ પ્રિન્સ યાદવે એવું થવા દીધું નહીં. પ્રિન્સ LSG તરફથી ઇનિંગની બીજી ઓવર લઈને આવ્યો હતો. વિરાટ પણ બીજી ઓવરમાં જ સ્ટ્રાઈક પર આવ્યો હતો. ઓવરના પહેલા બોલ પર કોઈ રન ન બન્યો. બીજા જ બોલે પ્રિન્સે વિરાટને બોલ્ડ કરી દીધો. વિરાટ તે બોલની મૂવમેન્ટથી હેરાન હતો, જે તેના બેટને થાપ આપીને વિકેટ ઉડાવી ગઈ હતી. કોહલી 2017 પછી પહેલીવાર IPL માં શૂન્ય રને આઉટ થયો હતો. વિરાટની વિકેટ