
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ અનેક જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિવિધ સરકારી નિગમોના વડાઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી, મોરબી, દાહોદ, જૂનાગઢ અને કચ્છ સહિતના મહત્વના જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર અને મોટા શહેરી તંત્રોમાં પણ વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ મોટા ફેરફારને વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક, ઝડપી અને જવાબદાર બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.