
Mehsana: મહેસાણા જિલ્લામાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Aravalli: અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં આવેલા બોરનાળા ગામની વિવિધ સમસ્યાઓને લઈને ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામમાં આજે પણ મોબાઈલ ટાવર, દવાખાનું, સ્મશાન અને રસ્તા સહિતની જરૂરી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

રાજસ્થાનના ટોંક જિલ્લામાં નયા ગામ નજીક નેશનલ હાઈવે-52 પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા.

ટેલિવિઝન અભિનેતા અલી ગોનીએ પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી જાસ્મિન ભસીનના જન્મદિવસે ભાવુક સંદેશ શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. ગંભીર ઇન્ફેક્શનને કારણે જાસ્મિનને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જેના કારણે આ વખતે તેમનો જન્મદિવસ હોસ્પિટલમાં જ ઉજવાયો.