
આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમ અનુસાર, IRGCએ અલ-અઝરાક એરબેઝ પર અમેરિકન સૈન્યના હેંગરો તેમજ કેટલાક વિમાનોને નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે.

હોર્મુઝ જળમાર્ગમાં વ્યાપારી માલવાહક જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ જવાબી કાર્યવાહીમાં ઈરાનના મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને તટીય રડાર ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે, જેના કારણે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામના ભવિષ્ય પર ફરી સવાલો ઊભા થયા છે.