
હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા હતું, જે સાંજે 5:30 કલાકે ઘટીને 33 ટકા થયું હતું. દિવસ દરમિયાન આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ અને પવનની હળવી ગતિ જોવા મળી હતી.

અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે ઉનાળાની તીવ્રતા સતત વધતી જઈ રહી છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 42.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જેના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે.