
શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, એક સપ્તાહમાં શરદી-ઉધરસના આશરે 800 જેટલા કેસ જ્યારે તાવના 900 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી વાતાવરણને પગલે લોકોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

Employees’ State Insurance Corporation (ESIC) દ્વારા આ પહેલ કામદારો માટે મજબૂત સામાજિક સુરક્ષા કવચ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. દેશભરના કામદારોના આરોગ્યનું સમયસર નિદાન થઈ શકે અને ગંભીર બીમારીઓ અટકાવી શકાય તે હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે.