
IPL 2026 ની ફાઈનલ બાદ ગુજરાત ટાઈટન્સ માટે રાત વધુ ચિંતાજનક બની ગઈ હતી. મેચમાં પરાજય બાદ પરત જતી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી ધુમાડો નીકળતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે સમયસર કાર્યવાહી થતાં તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી.

IPL 2026 Final Moments: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઇટન્સ (GT)ની બેટિંગ નિરાશાજનક રહી હતી. ગુજરાતે 8 વિકેટ ગુમાવીને માત્ર 155 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમની ઇનિંગ્સમાં 40 બોલ સુધી એક પણ બાઉન્ડ્રી જોવા મળી નહોતી, જે IPL ફાઇનલના ઇતિહાસમાં સૌથી લાંબો એવો સમય છે, જ્યારે કોઈ ટીમ બાઉન્ડ્રી ફટકારી શકી ન હોય.