
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પહેલાં IMDએ વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જાહેર કર્યું છે. GT અને RCB વચ્ચેની ખિતાબી ટક્કર પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જોકે IPL દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી IPL 2026ની ફાઈનલ મેચને લઈને સુરક્ષા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મહામુકાબલા માટે અંદાજે 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર સ્ટેડિયમ વિસ્તારને સુરક્ષાના કડક ઘેરામાં લેવામાં આવ્યો છે.