
Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં દારૂ પીવાનો વિરોધ કરતાં 20થી 25 લોકોના ટોળાએ તલવારથી હુમલો કર્યો અને અનેક વાહનોમાં તોડફોડ કરી.

અમદાવાદ શહેરના કોટડા અને સૈજપુર વિસ્તારોમાં અસામાજિક તત્વોએ રાત્રિના સમયે વાહનોમાં તોડફોડ કરી શહેરમાં દહેશતનો માહોલ ફેલાવ્યો છે. અલગ-અલગ સ્થળોએ પાર્ક કરેલા દઝનોથી વધુ વાહનોને નિશાન બનાવી કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે જૂની અદાવતને કારણે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓને કાબૂમાં લીધા છે અને અન્યની શોધખોળ તેજ કરી છે.