
ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વર્ષ 2026ના અંત સુધી દેશમાં પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સાથે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.

QUAD Hormuz Strait Meeting: દિલ્હીમાં ક્વાડ બેઠકમાં હોર્મુઝનો મુદ્દો મુખ્ય રહ્યો. ભાગ લેનારા દેશોના વિદેશમંત્રીઓએ શક્ય તેટલી વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની જરૂરિયાત પર ચર્ચા કરી. આ ક્વાડ બેઠકે એક સંદેશ આપ્યો જે ઈરાન માટે તણાવનું કારણ બની શકે છે. આ બેઠકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને જહાજોને અવરોધ વિના પસાર થવા દેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે આજે આપણે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. વૈશ્વિક સપ્લાય ચેઇન પ્રભાવિત

Karex Condom Prices Hike Hormuz Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે બેડરૂમ સુધી પહોંચ્યા છે. વિશ્વની સૌથી મોટી કૉન્ડોમ ઉત્પાદક કંપની 'કારેક્સ' (Karex) એ જાહેરાત કરી છે કે તેઓ કૉન્ડોમની કિંમતોમાં 30% કે તેથી વધુનો વધારો કરવા જઈ રહ્યા છે. કારેક્સ કંપનીનું કહેવું છે કે, યુદ્ધને કારણે કાચા માલનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે કોન્ડોમના ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે. તેમની પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.