
Girnar: ગિરનારની નવી સીડી પર ગત મહિને બનેલી દુઃખદ માનવ મૃત્યુની ઘટના બાદ યાત્રાળુઓની સુરક્ષા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગે ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર સીડી વિસ્તારમાં કુલ 25 ટ્રેકર્સને ફરજ પર તૈનાત કર્યા છે.

જૂનાગઢ: ગિરનાર યાત્રા દરમિયાન તંત્ર દ્વારા લાગુ કરાયેલા નિયમોના ભંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં ત્રણ મહિલાઓ પ્રતિબંધ હોવા છતાં પૂજાની સામગ્રી અને મોટો લાડુ લઈને ગિરનારના પગથિયાં પર પહોંચતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનારના પ્રવેશદ્વારથી કોઈપણ પ્રકારની પૂજાની સામગ્રી, લાડુ કે અન્ય વસ્તુઓ ઉપર લઈ જવા...

જૂનાગઢ: ગિરનાર ખાતે યોજાનારા જૈન સમાજના નિર્વાણ લાડુ ઉત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સમગ્ર યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ત્રણ દિવસ સુધી વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જૈન સમાજ અને હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર એવા દત્તાત્રેય...