
Vadodaraમાં ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. Vadodara Gas Limitedએ છેલ્લા પાંચ મહિનામાં બીજી વખત દર વધારતા સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ ભાર પડ્યો છે. નવા દર મુજબ હવે શહેરમાં CNG 83.95 રૂપિયા પ્રતિ કિલો અને PNG 51.74 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળશે.

ગેસના વધેલા ભાવને કારણે નાસ્તાની લારીઓ અને નાના ધંધાર્થીઓ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. અનેક વેપારીઓ હવે મજબૂરીમાં સગડાનો ઉપયોગ કરીને નાસ્તો તૈયાર કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ ઘરખર્ચ અને બાળકોની સ્કૂલ ફીની જવાબદારી છે, તો બીજી તરફ ગેસના ભાવવધારાએ તેમની કમર તોડી નાખી છે.