
ફિફા વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. ગ્રુપ-એની નિર્ણાયક મેચમાં સાઉથ કોરિયાને 1-0થી હરાવી ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું છે. થાપેલો માસેકોના નિર્ણાયક ગોલની મદદથી મળેલી આ જીત સાઉથ આફ્રિકાના ફૂટબોલ ઇતિહાસમાં સોનેરી અધ્યાય સમાન બની છે.

ફિફા વર્લ્ડ કપ 2026 પહેલાં ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમની તૈયારીઓને ઝટકો લાગ્યો છે, કારણ કે કાન્સાસ સિટીમાં ટીમના કેટલાક ટ્રેનિંગ સાધનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

ફિફા વર્લ્ડ કપ 2026 પહેલા બ્રાઝિલની ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફોરવર્ડ નેમાર હજુ પણ ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થયા નથી, જોકે બ્રાઝિલિયન ફૂટબોલ કન્ફેડરેશન (CBF)ના જણાવ્યા અનુસાર તેમની રિકવરી સકારાત્મક રીતે આગળ વધી રહી છે અને તેઓ ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ફ્રાન્સની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચડિડિયર ડેશાંપ્સએ ફિફા વર્લ્ડ કપ જીતવાને ફૂટબોલની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે. 2026ના FIFA World Cup 2026 પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે “વર્લ્ડ ચેમ્પિયન બનવા કરતાં મોટી કોઈ ઉપલબ્ધિ નથી.”

આંખોમાં આંસુ, ચહેરા પર અદ્ભુત સંતોષ અને જીતની ખુશી સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે. સાઉદી પ્રો લીગમાં અલ નાસરને ચેમ્પિયન બનાવ્યા બાદ મેદાન પર તેમનો ભાવુક અને અનોખો ઉજવણીનો અંદાજ ફેન્સ માટે યાદગાર ક્ષણ બની ગયો. 41 વર્ષની ઉંમરે રોનાલ્ડોના આ પ્રદર્શન અને ભાવનાત્મક પળોએ સમગ્ર ફૂટબોલ જગતમાં ચર્ચા જગાવી છે.