
આજની વ્યસ્ત જીવનશૈલી, ઓછી ઊંઘ, વધતો તણાવ અને શરીરમાં પાણીની અછતના કારણે ઘણા લોકો આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યાથી પરેશાન રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પૂરતી ઊંઘ, તણાવમાં ઘટાડો અને યોગ્ય હાઇડ્રેશન સાથે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો પણ ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

ચોમાસાની ઋતુ એક તરફ ઠંડક અને રાહત લઈને આવે છે, પરંતુ બીજી તરફ અનેક ચેપી રોગોનું જોખમ પણ વધારી દે છે. તેમાં આંખોના ચેપ તરીકે ઓળખાતો કન્જંક્ટિવાઇટિસ અથવા આઈ ફ્લૂ સૌથી સામાન્ય સમસ્યાઓમાંનો એક છે. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન આઈ ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.