
કર્મચારીઓએ કામથી અળગા રહી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટના કેડરમાં સુધારો, પ્રમોશન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ અને લાંબા સમયથી પડતર અન્ય માગણીઓ પૂર્ણ કરવાની કર્મચારીઓએ માગ કરી છે.

Jamnagar : જામનગર જિલ્લામાં મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે શરૂ કરવામાં આવેલી હડતાળ બીજા દિવસે પણ યથાવત્ રહી છે.