
TET: ગાંધીનગરમાં TET ઉમેદવારો સાથેની બેઠક બાદ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા સરકાર પ્રયાસ કરશે તેમ જણાવ્યું.

સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ડ્રોપઆઉટ થયેલી એક દીકરીના ઘરે રૂબરૂ મુલાકાત લઈ તેને ફરીથી અભ્યાસના માર્ગે વાળવાની સંવેદનશીલ પહેલ કરી છે. ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત થયેલી આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દીકરી અને તેના પરિવારને સમજાવી ધોરણ-૯માં પુનઃ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો હતો, જે રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.