
Ebola Virus : ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ સતત ગંભીર બની રહ્યો છે. તાજા સરકારી આંકડા મુજબ દેશમાં ઇબોલાથી મૃત્યુઆંક 3000ને પાર પહોંચી ગયો છે.

Gujarat Ebola Virus: ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પટેલે ઇબોલા વાયરસને લઈને મોટી અપડેટ આપી છે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Ebola Virus High Alert India: આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે ભારત સરકારે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે એરપોર્ટ, બંદરો અને બોર્ડર એન્ટ્રી પોઈન્ટ્સ પર કડક સ્ક્રીનિંગ અને દેખરેખ રાખવા સૂચના આપી છે. WHO દ્વારા ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યા બાદ DGCAએ પણ કોરોના જેવી SOP અમલમાં મૂકી છે. કેન્દ્રીય મંત્રી નડ્ડાના નિર્દેશ પર, આરોગ્ય સચિવે વિવિધ મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Ebola Virus Update: પૂર્વી કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. નવીનતમ સરકારી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 900થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેના કારણે આરોગ્ય એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. કોંગોના સંચાર મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં લગભગ 904 શંકાસ્પદ ઇબોલાના કેસ નોંધાયા છે. આ સાથે 119 શંકાસ્પદ મૃત્યુ પણ નોંધાયા છે.