
અમદાવાદમાં નરોડા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ.14.16 કરોડની કિંમતનું 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરી નાઇજિરિયન નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સના નેટવર્ક અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ગાંધીનગરમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આતંકી ફંડિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીના આધારે થયેલી તપાસમાં અલગ અલગ દેશોના આતંકી સંગઠનો સાથે સંકળાયેલા આરોપીઓ સુધી તપાસના તાર પહોંચતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.