
Codeine Medicines: ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં ભેળસેળિયા દવાઓ અને ગેરકાયદે વેચાણ સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં 6 કંપનીઓને સીલ કરવામાં આવી છે, જ્યારે પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચાણ અને ઓનલાઈન નશીલા કફ સિરપના વેચાણ સામે પણ રાજ્યભરમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે.