
IPL 2027 પહેલા ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થયેલી હાઈ-પ્રોફાઇલ ટ્રેડમાં સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ફરી પોતાની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યા છે, જ્યારે ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર કુલદીપ યાદવ હવે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતા જોવા મળશે. આ ટ્રેડ IPLના આગામી સીઝન માટે બંને ટીમોની રણનીતિમાં મોટો ફેરફાર લાવશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કેટલીક ટીમોના ખરાબ પ્રદર્શન બાદ આગામી સીઝન માટે મોટા ફેરફારોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશીપ બદલાવની અટકળોએ જોર પકડ્યું છે. ઋષભ પંત, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે જેવા મોટા નામોની કેપ્ટનશીપ પર હવે સવાલો ઊભા થયા છે.