
Dahod: દાહોદમાં ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. વકીલ મંડળના સભ્યો દ્વારા દાહોદ કોર્ટ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.

Video Viral: દેવગઢ બારીઆના ચેનપુર રોડ પર રાત્રીના સમયે દીપડો દેખાતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. રોડ ક્રોસ કરી રહેલા દીપડાનો એક વાહનચાલકે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામમાં દીપડાના હુમલાથી ભારે દહેશત ફેલાઈ છે. વહેલી સવારે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર દીપડાએ જીવલેણ હુમલો કરતા તેને બચાવવા આવેલા બે અન્ય લોકો પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનામાં ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.