
અરવલ્લી જિલ્લાના બાયડમાં RCC રોડની કામગીરી અને તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રોડ બન્યાને હજુ માત્ર છ મહિના જેટલો સમય થયો હોવા છતાં તેના પર ઊંડા ખાડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને હવે ગંભીર વિવાદ ઊભો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી આ પ્રોજેક્ટનું સત્તાવાર લોકાર્પણ પણ થયું નથી અને ત્યાં ફરી JCB દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.