
BRICS Meeting: ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત નવી દિલ્હીમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આગામી 18 ઓગસ્ટે 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠક પહેલાં 17 ઓગસ્ટે BRICS પર્યાવરણ કાર્યકારી જૂથ અને આબોહવા પરિવર્તન તથા ટકાઉ વિકાસ અંગેના સંપર્ક જૂથની બેઠક યોજાશે.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી વાદળ ફાટવાની 35 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં વાદળ ફાટવું, અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે. સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે.

Gujarat CAMPA Fund, Gujarat Forest: ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) હેઠળ, રૂ. 1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂ. 67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને...

દરિયાકાંઠાના પર્યાવરણના સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનની અસર સામે લડવામાં ગુજરાત દેશ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર સરકારની મિષ્ટી (MISHTI) યોજના હેઠળ રાજ્યમાં મેન્ગ્રોવના સંરક્ષણ અને વિસ્તરણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે વર્ષોથી સતત પ્રયાસો કરીને છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 40 હજાર હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર અને પુનઃસ્થાપન કર્યું છે.

Europe Heatwave Death Toll: યુરોપ હાલમાં ભીષણ ગરમીની લપેટમાં છે અને હીટવેવના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ફ્રાન્સની જાહેર આરોગ્ય એજન્સી અનુસાર અત્યાર સુધીમાં 1000થી વધુ વધારાના મોત નોંધાયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1300ને પાર જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 20 જૂનથી શરૂ થયેલી આ હીટવેવ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ખતરનાક સાબિત થઈ રહી છે. ફ્રાન્સ, જર્મની,...