
ગુજરાતમાંથી દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીનો ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી 30 જૂન સુધી ચાલશે, જેમાં તમામ માહિતી ડિજિટલ પ્લેટફોર્મ મારફતે એકત્રિત કરવામાં આવશે. આ સાથે 2027માં યોજાનારા બીજા તબક્કામાં વસ્તી ગણતરી સાથે જાતિ ગણતરી પણ કરવામાં આવશે.

રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી-2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થવાનો હતો, પરંતુ સુરતમાં પ્રથમ દિવસે જ કામગીરી અટકી ગઈ છે. ગણતરીદારોને જરૂરી કીટ ઉપલબ્ધ ન થતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. આ મુદ્દે શિક્ષકો અને ગણતરીદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.