
પટણા: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક **પ્રશાંત કિશોર (પીકે)**એ ઐતિહાસિક જીત તરફ આગળ વધતાં ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે 30 વર્ષથી ભાજપનો ગઢ ગણાતી બાંકીપુર બેઠક માત્ર 30 દિવસમાં ધરાશાયી થઈ ગઈ છે. મતગણતરી દરમિયાન પ્રશાંત કિશોર શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિન્હા સામે નોંધપાત્ર લીડમાં રહ્યા હતા. પરિણામ સ્પષ્ટ થવા...

જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર અકરમભાઈ ઇબ્રાહિમભાઈ કુરેશીએ 1,998 મતની જંગી લીડ સાથે વિજય મેળવતા ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ સર્જાયો છે.

જુનાગઢ શહેરના વોર્ડ નંબર-3માં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. લાંબા સમય બાદ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળતા સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુખનાથ ચોક ખાતે આવેલી મારી પ્રાથમિક શાળામાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.