
Bharuch ના પા પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 12 વર્ષના બાળકના મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. પાલેજમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટોમાં તંત્ર દ્વારા સતત તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Bharuch: પાવરગ્રીડ લાઇન માટે થઈ રહેલા જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસે રેલીને રોકતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

Bharuch ના દહેજ GIDC વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે ભીષણ આગ લાગતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટના અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયા હોવાની માહિતી સામે આવી છે.