
કાર ખરીદવાની તૈયારી કરી રહેલા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તે 1 જુલાઈ 2026થી પોતાની તમામ પેસેન્જર કાર અને SUVની કિંમતોમાં મહત્તમ 1.5 ટકા સુધીનો વધારો કરશે. આ વધારો પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) સહિત સમગ્ર પોર્ટફોલિયો પર લાગુ પડશે.

પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે E85 ફ્યુઅલને મોટા પાયે પ્રોત્સાહન આપવાની તૈયારીમાં છે. આ ફ્યુઅલમાં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે, જેના કારણે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી રહેવાની શક્યતા છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય WagonR Flex Fuel કાર રજૂ કરી હતી.

રેન્જ રોવર એસવીની કિંમતમાં અંદાજે ₹75 લાખ સુધીનો ઘટાડો કર્યો છે. હવે તેની એક્સ-શોરૂમ કિંમત ₹4.25 કરોડથી ઘટીને ₹3.5 કરોડ થઈ ગઈ છે. તેમજ રેન્જ રોવર સ્પોર્ટ એસવીની કિંમત પણ ₹2.75 કરોડથી ઘટાડીને ₹2.35 કરોડ કરવામાં આવી છે.