Get News Alerts

Never miss breaking news updates.

સરકારની મોટી તૈયારી: પેટ્રોલ કરતાં સસ્તું આવશે E85 ફ્યુઅલ! ફ્લેક્સ-ફ્યુઅલ કારોનો યુગ શરૂ!

પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે E85 ફ્યુઅલને મોટા પાયે પ્રોત્સાહન આપવાની તૈયારીમાં છે. આ ફ્યુઅલમાં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે, જેના કારણે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી રહેવાની શક્યતા છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય WagonR Flex Fuel કાર રજૂ કરી હતી.
R Gajjar
R GajjarUpdated on: 04 Jun 2026 04:36 PM IST
સરકારની મોટી તૈયારી: પેટ્રોલ કરતાં સસ્તું આવશે E85 ફ્યુઅલ! ફ્લેક્સ-ફ્યુઅલ કારોનો યુગ શરૂ!સરકારની મોટી તૈયારી: પેટ્રોલ કરતાં સસ્તું આવશે E85 ફ્યુઅલ! ફ્લેક્સ-ફ્યુઅલ કારોનો યુગ શરૂ!

E85 Fuel India: પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે E85 ફ્યુઅલને મોટા પાયે પ્રોત્સાહન આપવાની તૈયારીમાં છે. આ ફ્યુઅલમાં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે, જેના કારણે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી રહેવાની શક્યતા છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય WagonR Flex Fuel કાર રજૂ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે E85 ફ્યુઅલ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તુ હશે અને સરકાર તેને દેશભરમાં ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી નીતિઓ પર કામ કરી રહી છે.

શું છે E85 ફ્યુઅલ?
E85 એક ખાસ પ્રકારનું ઇંધણ છે, જેમાં 85 ટકા સુધી ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનો સમાવેશ થાય છે. આ ફ્યુઅલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થઈ શકે છે, જે વધુ ઇથેનોલ મિશ્રણ પર ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે.

દેશભરમાં વધશે E85 સ્ટેશન
સરકાર શરૂઆતમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈ-પુણે-નાગપુર કોરિડોરમાં 50થી 100 E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારબાદ ડિસેમ્બર 2026 સુધીમાં લગભગ 500 સ્ટેશન અને 2027ના અંત સુધીમાં દેશના મુખ્ય શહેરોમાં 5,000 જેટલા E85 સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોની એન્ટ્રી
હીરો મોટોકોર્પે તાજેતરમાં Splendor Plus અને HF Deluxeના ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ રજૂ કર્યા છે. બીજી તરફ મારુતિ સુઝુકીએ WagonR Flex Fuel કાર રજૂ કરી છે, જે E20થી E85 સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચાલી શકે છે. શરૂઆતમાં આ કાર ફલીટ ઓપરેટરો માટે ઉપલબ્ધ રહેશે.

ઇથેનોલની માંગમાં થશે મોટો વધારો
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ જો નવા વેચાતા વાહનોમાં 50 ટકા વાહનો ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી અપનાવે તો દેશમાં ઇથેનોલની માંગમાં 400 કરોડ લિટર સુધીનો વધારો થઈ શકે છે. આ પગલું પેટ્રોલ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ બનશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com