
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યા બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય માત્ર પીડિત પરિવારો માટે ન્યાય જ નથી, પરંતુ આતંકવાદ સામે ભારતના મક્કમ વલણનો પણ સ્પષ્ટ સંદેશ છે.

Ahmedabad 2008 Blast Case: લગભગ 18 વર્ષ પહેલાં ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. એક કલાકના ગાળામાં વીસ વિસ્ફોટ થયા હતા. હોસ્પિટલો, જાહેર પરિવહન અને બજારો જેવા ભીડવાળા વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 57 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

ગુજરાત હાઇકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. કોર્ટે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા જાળવી રાખી છે. સાથે જ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.