
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલા જીવલેણ ફટાકડા બ્લાસ્ટ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદરમાં દરોડા પાડી ₹39.57 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડીયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તપાસમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવાતી હોવાનો ખુલાસો થયો છે. લાઇસન્સ પૂર્ણ થયા બાદ પણ ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ કેસમાં મેહુલની માતા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ તેજ કરી છે.