
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ વાઘ અને સિંહના નાના બચ્ચાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માતા દ્વારા તરછોડાયેલા આ બચ્ચાંને સમયસર રેસ્ક્યૂ કરી સક્કરબાગ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારથી ઝૂના કર્મચારીઓની દેખરેખ હેઠળ તેમની સંભાળ અને ઉછેર કરવામાં આવી રહ્યો છે.

જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એકથી બે વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પાછળનો પગ ગેટની રેલિંગમાં ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.