
Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના લારૂ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીર સ્થિત કુલગામ જિલ્લાના કેલામ ગામમાં શુક્રવારે મોડી સાંજે આતંકવાદીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે પ્રવાસી હિંદુ શ્રમિકોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. શરૂઆતમાં એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા શ્રમિકનું પણ શનિવારે સારવાર દરમિયાન અવસાન થતાં મૃત્યુઆંક બે થયો છે.

Lashkar e Taiba New Kashmir Plan: પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા' કાશ્મીરમાં ફરીથી સક્રિય થવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા ફરી એકવાર કાશ્મીરમાં આતંક ફેલાવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નવા આતંકી લોન્ચપેડ તૈયાર થઈ રહ્યા છે અને 500થી વધુ આતંકીઓ ભારત તરફ ઘુસણખોરી માટે તૈયાર બેઠા છે.