Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, કુલગામમાં લશ્કરના બે આતંકીઓને કર્યા ઠાર


Jammu Kashmir Kulgam Encounter News
Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, કુલગામમાં લશ્કરના બે આતંકીઓને કર્યા ઠાર


Jammu Kashmir Kulgam Encounter News
Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના લારૂ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરનો કમાન્ડર લતીફ ભટ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને અન્ય સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરી હતી.
સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ અભિયાન તેજ બનાવ્યું
કુલગામમાં તાજેતરમાં થયેલા હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ અભિયાન તેજ બનાવ્યું છે. ગત 11 નવેમ્બરે કુલગામના અખરાન વિસ્તારમાં આતંકીઓએ CRPFની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. બપોરે આશરે 2:15 વાગ્યે થયેલા ફાયરિંગમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. હુમલા બાદ આતંકીઓ ગાઢ વૃક્ષો અને ઝાડીઓનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.
તપાસ દરમિયાન ઘાયલ જવાનોને લશ્કરના આતંકી મોહમ્મદ લતીફ ભટનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જવાનોએ હુમલાખોરોમાંથી એક તરીકે તેની ઓળખ કરી હતી. લતીફ ભટ કુલગામનો રહેવાસી હતો અને દક્ષિણ કાશ્મીરમાં અગાઉ પણ અનેક હુમલાઓમાં સામેલ હોવાનો તેના પર આરોપ હતો.
ઓપરેશન ચાલુ રહેશે
CRPFના જમ્મુ-કાશ્મીર ઝોનના સ્પેશિયલ DGએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કરી દીધું છે અને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને મળેલી માહિતીના આધારે ઓપરેશનને તેના તાર્કિક અંજામ સુધી પહોંચાડવામાં આવશે. તેમણે સુરક્ષાદળોના જવાનોને ઓપરેશન દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવા, ઓપરેશનલ શિસ્ત જાળવવા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવા સૂચના આપી છે.
ઘાયલ જવાનોની તબિયત સુધારા પર
તમને જણાવી દઈએ કે હુમલામાં ઘાયલ થયેલા જવાનોની તબિયત સારી થઈ રહી છે. તેમણે તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવા બદલ મેડિકલ અધિકારીઓની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.




